Gujarat

અધધ…. રેકોર્ડબ્રેક ૩૬ મહિલાઓ સહીત બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું

જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર દ્વારા તેમજ અક્ષત હિરેનભાઈ પરીખ ના જન્મ દિવસ અને આત્મશ્રેયાર્થે અને દાતા શ્રીમતી રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર સુરેન્દ્રનગર અવનવા મનોરંજન ના કાર્યક્રમની સાથે સાથે જીવદયા,સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન પક્ષીઓ માટે પાણી ના કુંડા, પક્ષી ઘર, કાંગ અને જાર નું નિઃશુલ્ક વિતરણ તેમજ ૩ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ. તદુપરાંત વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જીનાલયમાં પક્ષાલ પુજા તેમજ ઉપાશ્રય માં શિબિર અને પ્રભાવનાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રોટરી ક્લબ હોલ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઈમરજન્સી માં દર્દી ને લોહી મળી રહે તે હેતુ થી કરવામાં આવેલ. કેમ્પ માં ૩૬ મહિલાઓ સહીત બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું.કેમ્પ ને સફળ બનાવવા હિરેનભાઈ પરીખ તેમજ પરીખ ફેમીલી, સિલ્વર ગ્રુપ કમિટી મેમ્બર તેમજ સિલ્વર ગ્રુપ ની સમગ્ર કારોબારી ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી.આ કેમ્પમાં જૈન ની અલગ અલગ ૧૬ સહયોગી સંસ્થાઓ જોડાયેલ.

બ્લડ ડોનર ને દાતા શ્રીમતી રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા સુંદર ગિફ્ટ તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.