Gujarat

પ્રાચી ખોડીયાર નગર ખાતે બાપા સીતારામ ની મઢુલી એ ગુરુ પૂર્ણિમા નિમિતે ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું 

પ્રાચી તીર્થ ખાતે ખોડીયાર નગર વિસ્તાર માં આવેલ બાપા સીતારામ ની મઢુલી એ ગુરુ પૂર્ણિમા નિમિતે હર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે બાપા સીતારામ ની પૂજા અર્ચના તેમજ સાંજે સતનારાયણ ભગવાનની કથા બહેનો દ્વારા સત્સંગ તેમજ બટુક ભોજન સહિત નું આયોજન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગ ને સફળ બનાવવા સમસ્ત ગામ જનો એ જહેમત ઉઠાવી હતી