Gujarat

કોટડાસાંગાણી તાલુકા ની શાન્તિધામ સોસાયટી માં આવેલ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદશન યોજાયું 

દર વર્ષે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરની 1 પ્રેરણાથી સી.આર.સી.કક્ષાથી લઈને રાજ્ય કક્ષા સુધીના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪- ૨૫ માટે ”ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” માટે  કોટડાસાંગાણી તાલુકા ની વેરાવળ-શાપર ની કુલ 8 સરકારી પ્રાથમિક શાળા ના 16 બાળકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો સહીત ના જોડાયા હતા. જેમાં કુલ આઠ કૃતિઓ નું પ્રદશન યોજવામાં આવ્યું હતું.
તેમજ વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ રવિરાજસિંહ જાડેજા દ્વારા વેરાવળ ની પ્રાથમિક શાળાઓ ના વિધાર્થીઓ માટે સ્ટીલ ની પ્લેટો ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે વિતરણ કરાય હતી. તેમજ આ તકે ઉદ્ધાટન સમારોહ માં ગ્રામ પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ વાધેલા, તેમજ ગ્રામ પંચાયત સદસ્ય મનીષાબેન સંચાણીયા, સોસાયટી ના આગેવાન રધુભા ગોહિલ સહીતનાઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરાય હતી.જેમાં આ તકે CRC,CO. CRC.સહીત પ્રાથમિક શાળા ના આચાર્ય રાકેશભાઈ સોલંકી તેમજ શાળા નો શિક્ષક સ્ટાફ અને અન્ય શાળાઓ માંથી આવેલ શિક્ષકો,ગ્રામજનો,વાલીગણ સહીત ના કૃતિઓ નિહાળવા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
 રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ