Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વી.ડી.કાણકીયા કોલેજ ખાતે SEBI તથા NISM દ્વારા સેમિનાર અને ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ

શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૩-૦૯-૨૦૨૪ મંગળવારના રોજ બી.કોમ. ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર અને ક્વિઝ કોમ્પીટીશન યોજવામાં આવેલ. કાણકિયા કોલેજમાં SEBI (Security & Exchange Board of India) तथा NISM (National Institute of Security Market) દ્વારા વિદ્યાર્થીઓ બચત કે રોકાણ વિશે માહિતગાર થાય અને અંન્ય લોકોને માહિતગાર કરી શકે તેવા આશયથી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે.
 
જેના ભાગરૂપે સેમીનારનું અને ક્વિઝ કોમ્પીટીશન નુ આયોજન કાણકીયા કોલેજ ખાતે થયેલ. ઉદ્ઘાટન સત્રમાં કોલેજના પ્રિ.ડૉ. એસ. સી. રવિયા સાહેબે આ કાર્યક્રમોની મહત્તા વિષે વિદ્યાર્થીઓનું પથદર્શન કરેલ અને પ્રિન્સીપાલે જણાવ્યું કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા અનેક પ્રકલ્પો ચાલુ સત્રમાં યોજાઈ ગયા છે અને વિદ્યાર્થીઓને ખાતરી આપી કે  હજુ પણ આવા મૂલ્યવર્ધન થાય અને સર્વગ્રાહી વિકાસ ની પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ યોજાશે અને વિદ્યાથીઓને તેનો મહતમ લાભ મળશે.
આ સેમીનારમાં પ્રશિક્ષણ માટે SEBI તથા NISMના SMART ટ્રેનર તરીકે ડૉ. વૈભવ પુરાણીક તથા ડૉ. અપર્ણાબેન પુરાણીક રાજકોટ થી પધારેલ. અને વિદ્યાર્થીઓને સેબી ની સ્થાપનાથી શરુ કરીને વર્તમાન સમયના રોકાણકારો, સિક્યુરીટી માર્કેટ, બન્કીંગ, ફાઈનાન્સ,શેર બજારવિષે ની માહિતી, મ્યુચલ ફંડ, વગેરે ઘણા મુદ્દાઓ પર માર્ગદર્શન કરવામાં આવ્યું.
સેમિનારના અંતમાં ક્વિઝ પણ ઓનલાઈન રમાડવામાં આવેલ. જેમાં એફ. વાય. એસ. વાય. , અને ટી. વાય બી. કોમ. ના વર્ગોમાં  આ કોમ્પીટીશન કરવામાં આવી જેમાં ત્રણેય વર્ગના વિદ્યાર્થીઓમાં ત્રણ-ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા.
એફ. વાય. બી. કોમ. માં પ્રથમ:ધારવાડીયા રોહિત, દ્વિતીય:કલસરા પંકજ  ,તૃતીય:ચાંદુ હાર્દિક
 એસ.વાય.બી.કોમ.માં પ્રથમ:ગોંડલીયા દક્ષિતા  ,દ્વિતીય:માંગુકીયા દ્રષ્ટિ ,તૃતીય: લૂક્કા પ્રિયંકા
 ટી.વાય. બી.કોમ. માં પ્રથમ:મકવાણા સાહિલ  ,દ્વિતીય:મોભ દેવાયત ,તૃતીય:રાઠોડ હાર્દિક
કાર્યક્રમનું સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપક ડૉ.હરેશ દેસરાણી દ્વારા કરવામાં આવ્યું. કોલેજના અન્ય અધ્યાપકશ્રીઓ ડૉ. પટોળીયા સાહેબ, ડૉ. કલ્પેશભાઈ રાડીયા વગેરેએ સેમિનાર અને ક્વિઝ કોમ્પીટીશન સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી