Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે વરિષ્ઠ મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૩-૯-૨૪ને  સોમવારના રોજ વરિષ્ઠ મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય, અટલધારા, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ સાવરકુંડલા ભાજપ ડોક્ટર સેલ દ્વારા કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં સાવરકુંડલા ડોક્ટર સેલના સંયોજક ડો. પાનસુરીયા સાહેબ તેમજ ડો. પોરિયા સાહેબ ડો. લશ્કરી સાહેબ, ડૉ. જોષી સાહેબ વગેરે ડોક્ટર સેલના ખ્યાતનામ ડોક્ટરો દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓનું હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવેલ હતું, સાથે વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા ઉપાધ્યક્ષ  શરદભાઈ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર મહામંત્રી વિજયસિંહ વાઘેલા, નગરપાલિકા સદસ્ય  કિશોરભાઈ બુહા, મોરચાના મહામંત્રી  લલીતભાઈ મારૂ, મહિલા મોરચાના હીનાબેન કાણકીયા, દક્ષાબેન ચોટલીયા, એડવોકેટ નમ્રતાબેન, અમિતાબેન પટેલ, શહેરના મહિલા આગેવાન યશોધરાબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી