વેરાવળ ગામની ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ અભિયાન, સ્વચ્છતા હિ સેવા અભિયાન અને એક પેડ મા કે નામની સાથે હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પ ગ્રામ પંચાયત સદસ્યો અને તાલુકા વિકાસ અધિકારી શ્રી રિદ્ધિબેન પટેલ સહીત સરપંચ રવિરાજસિંહ જાડેજા તાલુકા સહીત નાઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકાયો હતો.વેરાવળ -શાપર ગામના લોકોએ નાના-મોટા લાભો લીધા હતાં.
વેરાવળ સરપંચ રવિરાજસિંહ જાડેજા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત અનેક ડોક્યુમેન્ટ અપડેશનની કામગીરી ચાલી રહી છે.જેમાં 300 થી વધુ લાભાર્થીઓ એ વિવિધ કામગીરીઓ માટે ની અરજીઓ કરેલ હતી. જેમાં સરકારશ્રી એ જાહેર કરેલ સેવા પખવાડિયા અંતર્ગત ગ્રામ પંચાયત દ્રારા સ્વછતા અભિયાનનુ આયોજન કરેલું હતું.
જેમાં આ તકે મામલતદાર શ્રી જાડેજા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી રિધ્ધીબેન પટેલ તથા વેરાવળ સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા કોટડાસાંગાણી આઇસીડીએસ સ્ટાફ,સીડીપીઓ શ્રી પાયલબેન ઓઝા, અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અશ્વિનભાઈ ગઢીયા ધીરુભાઈ કોરાટ મગનભાઈ બારૈયા વાલજીભાઈ કોરાટ ગોવિંદભાઈ રાઠોડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જસમતભાઈ સાંગાણી પૂર્વ મહામંત્રી શ્રી કિશોરસિંહ જાડેજા તેમજ ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યા માં કેમ્પ નો લાભ લીધો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ