ધા રાસભ્યશ્રીની સૂચના અનુસાર તમામ અરજીઓની ભારપૂર્વક ચકાસણી સાથે નિકાલ કરવામાં આવ્યો.
સા વરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.. સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામમાં યોજવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ તમામ લાભાર્થીઓને ચકાસણી કરી સ્થળ પર જ નિકાલ કરવામાં આવી હતી

જેમાં આ તકે ઉપસ્થિત દીપકભાઈ માલાણી શરદભાઈ ગૌદાની, હરેશભાઈ ભુવા, જયસુખભાઈ સાવલિયા, લાલભાઈ મોર, ચેતનભાઇ માલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી ભારે જહેમત ઉઠાવી હતી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી

