છોટાઉદેપુર નગરમાં આવેલ ગુરુકૃપા સોસાયટી ખાતે ગુરુકૃપા યુવક મંડળ દ્વારા શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ નો શુભારંભ છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ભાજપના નેતા ઉમેશભાઈ શાહ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિકાબેન જોશી, મમતાબેન પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર રાહુલભાઈ પરમાર, કનુભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં આસપાસના નગરજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં કુલ 32 જેટલી અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમો આવી હતી. આ ટુર્નામેન્ટ નું ગુરુકૃપા યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

