Gujarat

ઇન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષ ની સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાન નુ છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું

ઇન્ડિયન આર્મીમાં ૩/૧૧/૨૦૦૭ માં ભરતી થયેલ અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ ૧૭ વર્ષ સુધી સેવાઓ બજાવી વય નિવૃત થયેલા આર્મી મેન આજે સવારે રમલીયાભાઈ રાઠવા નું  છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  રમલીયાભાઈ રાઠવા નાં ગામ વાગલવડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા- સંબંધીઓ તેમજ સાથી કેટલાક સેવા નિવૃત તથા રજા પર આવેલા ફૌજી જવાનો , મિત્રવર્તુળ રેલીમાં જોડાયા હતા.
છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત સમ્માન કર્યા બાદ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી સ્થિત બીરસા મુંડા પ્રતિમાને ફુલહાર ચડાવી તેમના વતન વાગલવડા પહોંચી હતી. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આર્મી મેન રમલીયાભાઈ રાઠવા એ ઇન્ડિયન આર્મી કેમ્પ માં ટ્રેનીંગ ઇન્સ્ટક્ટર તરીકે સેવાઓ આપતા હતા જેથી આર્મી માંથી સેવા નિવૃતી બાદ અહીં છોટાઉદેપુર જિલ્લાના ફૌજ મા તેમજ પોલીસ કે ફોરેસ્ટ માં ભરતી થવા ઈચ્છુક યુવાનો ને શારીરિક કસોટી તેમજ લેખીત પરીક્ષા ઓની તૈયારીઓ માં પણ તેમનું યોગદાન મળી રહેશે.
તેમ જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા એ જણાવ્યું હતું, તેમને વધુ માં જણાવ્યું હતું કે અગાઉ નાં સમયમાં વનરક્ષક ની ભરતી દરમિયાન ૧૦૦ થી વધુ ઉમેદવારો ને શારિરીક કસોટી માટે તાલીમ આપી હતી જેમાં થી ૨૭ જેટલા ઉમેદવારો કવોલીફાઈડ થયા હતા જે રમલીયાભાઈ રાઠવા આર્મી માંથી રજાઓ દરમિયાન યુવાનો ને તૈયાર કર્યા હતા તેનું પરિણામ છે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર