Gujarat

જામનગર જિલ્લા ના જોડિયા તાલુકાના ગોત મભાઈ બોરીચા ના ઘરે પુત્ર નો જન્મ થયો હતો

જામનગર જીલ્લા ના જોડીયા તાલુકાના હરીજન વાસ છુટક મજુરી કરતા હાલ જામનગર રહેતા ગૌતમભાઈ બોરીચા ના ઘરે તારીખ ૧૧-૧૦-૨૦૨૩  ના રોજ પુત્ર નો જન્મ થયો હતો. બાળક જન્મ સમયે તંદુરસ્ત હતું વજન પણ ૨.૫ કિગ્રા પરંતુ થોડા સમયથી બાળક ની તબિયત બગડવા લાગી પરિવાર હાલ જામનગર રહેતો હોવાથી જામનગર જી.જી.એચ સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે ગયા ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસ માં જણાયું કે બાળક ને હૃદય ની તકલીફ છે
માટે તાત્કાલિક ઓરેશન માટે અમદાવાદ હોસ્પિટલ જવા માટે સમજાવામાં આવ્યા. લાભાર્થી જોડિયા તાલુકા ના હોય અને આરોગ્ય ટીમ થી પરિચિત હોય તેમને આ વાત ની જાણ જોડિયા તાલુકા ની આરોગ્ય ટીમ કરવામાં આવી. જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ સાહેબ તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કામ કરતી RBSK-રાષ્ટ્રીય બાલ આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમ ના ડો. સેજલ કરકર અને ડો.દેવજી નકુમ દ્વારા શાળા આરોગ્ય ના કાર્યક્રમ ડોક્ટર દ્વારા બાળક ની મુલાકાત કરી સંદર્ભ કાર્ડ ભરી એમ્બ્યુલન્સ દ્વારા ૨૦-૦૪-૨૦૨૪ ના રોજ અમદાવાદ ની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા તેમજ તેના સંપર્ક માં રહ્યા ત્યાં પ્રાથમિક તપાસ માં ECG , 2D-ECHO,બ્લડ રિપોર્ટ કરાયા બાળક નું ૩ દિવસ ઓપરેશન ચાલ્યુ   ૨૭-૪-૨૦૨૪ ,૨૮-૪-૨૦૨૪ ,૨૯-૦૪-૨૦૨૪ ના રોજ બાળક ના હૃદય  ના કાણા નું  શસ્ત્રક્રિયા ( ઓપરેશન ) અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી સફળ સર્જરી કરવામાં આવી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ =હડીયાણા.