Gujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ના એન. એસ. એસ યુનિટ દ્વારા વાંકી ગામે ખાસ શિબિર યોજવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલના એન. એસ.એસ યુનિટના એક સો સ્વયંસેવકો અને બે પ્રોગ્રામ ઓફિસરની સૂચના અને શાળાના આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ વાંકી ગામ ખાતે ખાસ શિબિર યોજવામાં આવી.ખાસ શિબિર દરમિયાન વાંકી ગામના ઉત્સાહી સરપંચ અક્ષયભાઈ રાઠવા તથા ગ્રામજનોનો ખુબજ સારો સહકાર મળ્યો.ખાસ શિબિરમાં આચાર્યશ્રી તથા સ્વયંસેવકો ના સહકારથી પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગામ માંથી પ્લાસ્ટિક તથા કચરો દુર કરી ગામને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું.
ગામમાં યોગ્ય જગ્યાએ ભિતસૂત્રો લખવામાં આવ્યાં.તેમજ જરૂર જણાય ત્યાં દીવાલોને આછો પાતળો રંગ પણ લગાડવામાં આવ્યો.અને ગ્રામજનોને હાલમાં ચાલી રહેલ સાઇબર ક્રાઇમથી વાકેફ કરવામાં આવ્યા.રસ્તા ઉપરથી અવર-જવર કરતા ગ્રામજનોનું પુષ્પોથી સ્વાગત કરી માર્ગ સલામતી અંગેના નિયમો તથા હેલ્મેટ અને કાર ચાલકને શીટ બેલ્ટ બાંધવાનો અનુરોધ કરવામાં આવ્યું.તેમજ શાળાના આચાર્યશ્રીએ સૌની કામગીરીને બિરદાવી અને સૌ નો સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું.
આ ઉપરાંત સ્વયંસેવકો દ્વારા કુદરતી આપત્તિ,ભૂકંપ,દુષ્કાળ જેવી માહિતી આપી તેમજ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે યુવાનો ચાલે અને સમાજની જવાબદારી ઉપાડી લે તેવી માહિતી આપી સમાજ પ્રત્યેની ફરજ બજાવી હતી. આમ,પૂર્ણાહુતિ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા નાટક,ભજન, ગ્રુપ ડાન્સ અને રાસ ગરબા જેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. પ્રોગ્રામ ઓફીસર  એ. ડી.વણકર અને યુ. બી.રાઠોડ ખાસ શિબિર દરમ્યાન સ્વયંસેવકોને સલાહ સૂચન આપી શિબિરને સફળ બનાવ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *