ગૌરવ અગ્રવાલ ઇન્ચા.પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.એન.તડવી ic પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓની સુચના થી છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા/રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના હેઠળ એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત મળેલ કે, વડોદરા ગ્રામ્ય વાઘોડીયા પોલીસ સ્ટેશન C પાર્ટ ૧૧૧૯૭૦૫૭૨૩૧૮૭૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ),૯૮(૨),૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મેહુલભાઇ દિનેશભાઇ ઉર્ફે દહેશ ભીખલાભાઇ તોમર (રાઠવા) ઉ.વ ૨૪ ધંધો ખેતી રહે.ઝડુલી તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) નાનો છોટાઉદેપુર તેના ઘરે હાજર હોય તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે તપાસ કરતા સદરી મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે BNSS-2023 ની કલમ ૩૫(૧)જે મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

