મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતીને ટાણે બોરસદ તાલુકાના પીપળી ગામે આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી સતિષભાઈ ચંદુભાઈ પટેલ દ્વારા અનુદાનિત પ્રતિમાના અનાવરણ પ્રસંગે પીપળીના સરપંચ મિતેશભાઈ, ધર્મેશ પટેલ, આશાદીપ સંસ્થાના સહનિયામક હસમુખ ક્રિશ્ચિયન, વંચિત વિકાસ સંગઠન બોરસદના પ્રમુખ ગોરધનભાઈ, મંત્રી નગીનભાઈ જેવાઓએ અતિથિ વિશેષની ભૂમિકા ભજવીને પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતા. આ પ્રસંગે દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં સ્થાનિક આગેવાન રામજીભાઈ તથા જયેશભાઇ મેકવાને સરાહનીય પ્રયત્નો કર્યા હતા.

