રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેતી પાકો સહિતમાં નુકસાન જોવા મળ્યું છે. અમરેલી બાબરા લાઠી ખાંભા વિસ્તારમાં વરસાદના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે.
ખેતી, રહેણાંક મકાનની દીવાલો ધરાશાયી થઈ, વીજપોલ ધરાશયી સહિતની ઘટનાઓ બની છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી પત્ર લખવામાં આવ્યો છે.
કમોસમી વરસાદના કારણે ખેતીપાકો બાગાયતી પાકો જી.આઈ.ડી.સી. જીનિંગમિલોના નુકસાન બાબરા શહેરમાં 100 જેટલા વિજપોલ અને વૃક્ષો ધરાશય થયા છે સહિત વિવિધ નુકસાન અંગે રાજય સરકાર તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆતો કરાઈ છે.

અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વવાજોડું આવ્યું જેના કારણે ઉનાળુ પાક બાગાયતી પાકને નુકસાન થયું છે અને બાબરા શહેરમાં જીનિંગમિલ ઉદ્યોગો જી.આઈ.ડી.સી રહેણાંક મકાન સ્કૂલમાં દીવાલ પડી ગઇ છે ગૌશાળામાં નુકસાન થયું છે. મુખ્યમંત્રીને પત્ર મારફતે રજુઆત કરી સહાય આપવાની માંગ કરી છે.

