Gujarat

છોટાઉદેપુરના ધંધોડા નવી વસાહત ખાતેથી  માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતાં જેસીબી મશીન અને ટ્રેકટરને ખાન ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યું

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર નગરથી નજીક આવેલ ધંધોડા ગામે નવી વસાહત ખાતે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતા ટ્રેકટર અને જેસીબી મશીનને ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાણ ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે.અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર