અમરેલી જિલ્લામાં મોડી રાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ નજીક દેશી દારૂની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા પીએસઆઇ ડી.વી.ચિત્રાની ટીમ મોડી રાતે રેડ કરતા દેશી દારૂ 25 લીટર, રૂ.500 અને દેશી દારૂ બનાવવા માટેનો આથો 1500 લીટર કિંમત 3,000 સાધનો સહિત વાહન બાઇક મોબાઈલ મળી કુલ રૂ.41,270 નો મુદામાલ જપ્ત કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી ગુન્હો નોંધી કાર્યવહી હાથ ધરી છે જેમાં આરોપી અનિલ લાખાભાઈ આસોદરા રે.
બાબરીયાધારને સ્થળ ઉપરથી દબોસી લીધો અન્ય જોરુભાઈ લાખાભાઈ આસોદરા ને ફરાર છે તેના વિરુદ્ધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા 1 આરોપી મુદામાલ સહિત રાજુલા પોલીસને સોંપવામાં આવી કાર્યવાહી હાથ ધરી છે.
મોડી રાતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામ નજીકથી 25 લીટર દેશી દારૂ ઉપર દરોડો પાડતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે જોકે હાલ ગુન્હો નોંધાયો છે આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં 5 દિવસ પહેલા જ વિવિધ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમા દેશી દારૂ ઉપર પોલીસ દ્વારા દરોડા પાડો પકડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અનેક આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી જોકે ત્યારબાદ ગેરકાયદેસર દારૂ ફરીવાર સામે આવતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી અને દેશી દારૂ જપ્ત કર્યો છે.

