છોટાઉદેપુર તાલુકાના પાદરવાંટ ગામે ટેકરા ફળિયામાં રહેતા લાલુભાઈ ઇશ્વરભાઈ રાઠવાના ઘરમાં મોટો અજગર ઘરમાં ભરાયો હતો. તેવી જાણ ગામના જાગૃત નાગરિક દ્વારા વન વિભાગની ટીમને કરી હતી. જેને લઇને વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફ ફોરેસ્ટર વાય.જી.બારીયા , બીટગાર્ડ અંકિતભાઈ બારિયા અને વિક્રમભાઈ ચાલુ વરસાદમાં તેમના ઘરે પહોંચી 9 ફૂટ લાંબા અજગરનો રાત્રીના 12 કલાકે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

અને દેવલીયા ગામે કરશનભાઇ રાઠવાના ઘરેથી 6 ફૂટ લાંબા અજગરનું રોજમદર બકાભાઇ રાઠવા અને શંકરભાઇ રાઠવા દ્વારા રેસ્કયુ કર્યું હતું. અને પોતાની ફરજ નિભાવી સેવા કરવા 24 ×7 તૈયાર રહેલા છે. આવો કોઈ સરીસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટર છોટાઉદેપુરનો સંપર્ક નંબર 8200744809 પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

