છોટાઉદેપુર જિલ્લામાંથી વનરક્ષક ની લેખિત પરિક્ષા માં ઉત્તીર્ણ ઉમેદવારો માટે નિઃશુલ્ક રીતે તાલીમ આપવામાં આવી રહી છે
વનરક્ષક ની લેખિત પરિક્ષા માં ઉત્તીર્ણ થયા બાદ સ્ટ્રોંગ ફીઝીક્લ કસોટી માં જરુરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસ નાં અભાવે ઘણા આશાસ્પદ યુવાનો ગ્રાઉન્ડ પાસ કરવામાં નિષ્ફળ નિવડ્તા હોય છે જે બાબત ને ખાસ ગંભીરતાથી લઇ સમાજ નાં યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે છેલ્લા બે મહિનાથી ૧૪૦ થી વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સોમાભાઈ રાઠવા તથા છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા , બીટ ગાર્ડ ચંપાબેન રાઠવા, કાજલબેન વહાણી,આર્મી કેમ્પસ અરૂણાચલ ખાતે ઇન્સ્ટ્રકટર તરીકે કાર્યરત રમલીયાભાઈ રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકરો નાં સહયોગ થી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી રહી છે, જેઓ દ્વારા આજરોજ છોટાઉદેપુર નજીક બાબા વાઘસ્થળ દેવસ્થાન ની તળેટી માંથી વહેલી સવારે ડુંગર ટ્રેકિંગ પર્વતારોહણ સાથે પ્રકૃતિના સંરક્ષણ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સહિત ની જાગરુકતા વગેરે મુદ્દાઓને આવરી ને એક પિકનિક અને તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા, ચિરાગભાઈ રાઠવા, અજીતભાઈ રાઠવા સહિત ના ઉપસ્થિત રહી ૧૪૦ થી વધુ તાલીમાર્થીઓને જરુરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે છેલ્લા બે મહિનાથી છૂટ્ટી પર આવેલા આર્મી કેમ્પસ અરૂણાચલ ખાતે ઇન્સ્ટ્રકટર તરીકે કાર્યરત રમલીયાભાઈ રાઠવા ને યુવાનોને તાલીમ માટે પોતાનો સમય ફાળવવા બદલ સાલ ઓઢાડી તેમજ તીર કામઠુ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.