Gujarat

જન્મદિવસની અનોખી ઉજવણી : અંકલેશ્વર ટાઉનની સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને તિથિ ભોજન

જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે પરિવારજનો સાથે ઘરે કે હોટલમાં ભોજન સાથે ઉજવાતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત એક દ્ષ્ટાંતરૂપ દાખલો પ્રકાશમાં આવ્યો છે. વાત એમ છે કે અંકલેશ્વર ટાઉન નિવાસી નામે ઉત્સવ અરૂણકુમાર ગાંધીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોને સહભાગી બનાવવામાં આવ્યા હતાં.
તેમનાં પરિવારજનોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાંચ નંબર-1નાં બાળકોને તિથિ ભોજન કરાવી જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. આ તકે શાળા પરિવારે અરૂણકુમારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને પરિવારજનોનો બાળકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.