ચલાલામાં અબ્દુલ કલામ યંગ વુમન સાયન્સ સેન્ટર ખુલ્લુ મુકાયું બાળકોમાં સાયન્સ , મેથ્સ અને સ્પેસની વિશેષ જાણકારી પ્રાપ્ત થાય એવા હેતુથી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા હરિબા મહિલા કેમ્પસ ખાતે અબ્દુલ કલામ યંગ વુમન સાઇન્સ સેન્ટરનું શુભ ઉદ્ઘાટન કલામ સાહેબના જન્મ દિવસ તા. ૧૫/૧૦/૨૪ના રોજ કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆત મુખ્ય દાતા કનુભાઈ તેજુરા તથા હંસાબેન તેજુરા અને કૃપાલિબેન તેજુરા, સંસ્થાના વડા પૂ. શ્રી. ડો. રતિદાદા તથા ભારતના ખગોળ શાસ્ત્રી જે. જે. રાવળ સાહેબ ચંદ્રમૌલી જોશી સાહેબ, દિલ્હી એન. સી. આર.ટી. ના અનીતા શર્મા, મેઘાબેન ભટ્ટ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી થયું હતું.
ત્યારબાદ સર્વે મહેમાનોનું સ્વાગત કરી ૫ નારીઓને શ્રેષ્ઠ વુમન અને શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ વુમન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેના પ્રત્યુત્તરના ભાગ રૂપે સન્માનિત મહિલાઓ આભાર વ્યક્ત કરી સન્માનિતતાની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્ય દાતા કનુભાઈ તેજુરાએ સંસ્થાની પ્રવૃતિઓ બિરદાવતા બધા જ કારીગર મિત્રોનો આભાર માની સન્માન કર્યું હતું.
સાથે જે. જે. રાવળ સાહેબ, ચંદ્રમૌલી જોશી સાહેબ સહિતના બધા સાઇન્સટિસ્ટ મિત્રો આ કાર્ય જોઈ ખૂબ ખુશ થયા હતા અને રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓ, સંસ્કૃત શક્તિ ગુરુકુળની દીકરીઓ, સ્કૂલ ની દીકરીઓ તથા કોલેજ ની દીકરીઓ અને મહેમાનોના વરદ હસ્તે સાયન્સ સેન્ટર ખુલ્લું મુકાયું હતું.
જેમાં સાયન્સ , મેથ્સ અને સ્પેસના અલગ અલગ વિવિધ સાધનો અને પ્રયોગો ગોઠવવામાં આવ્યા હતા. અને સર્વ મહેમાનો અને બાળકોએ આ પ્રદર્શન નિહાળી ખુશ થયા હતા.
કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંસ્થાના ડાયરેકટ શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા તથા જનકીબેન ભેસાણીયા તથા ધાધલ નિરાલીબેન અને મંગરોળિયા નિધિબેને કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે સર્વોએ ભોજન સાથે લીધું હતું.
બિપીન પાંધી

