Gujarat

ખંભાળિયા તા.પં.ના પૂર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં અનોખી પહેલ કરાઈ

ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહીર સમાજના અગ્રણી બજાણા ગામના રહીશ જીવાભાઇ કનારાના તેમના પુત્રના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં રાત્રે ડાંડિયારાસના કાર્યક્રમમાં જે રકમ એકત્ર થાય તે બજાણા ગામની દરેક સમાજની દીકરીઓ જે આર્થિક રીતે સધ્ધર ન હોય અને અભ્યાસ છોડી દે તેવું ન થાય તેના માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવાનું અને આ રકમ તેમાં અનુદાન માટે આપવાની નક્કી કરવામાં આવ્યું હતું.

જેમાં આ તકે દોઢ લાખ રૂપિયાની ઘોર થઇ હતી આ ઉપરાંત જીવાભાઈ કનારા દ્વારા વધુ દોઢ લાખનો ઉમેરો કરાતા આમ કુલ ત્રણ લાખ રૂપિયાનુ ફંડ એકત્રિત થયું હતું. હવે આ ફંડ બજાણા ગામની દરેક સમાજની દીકરીઓ માટે શિક્ષણ કાર્યમાં વપરાશે. ત્યારે સમાજમાં દાખલા રૂપ કહી શકાય તેવું આ સરાહનીય કાર્ય જીવાભાઇ કનારા દ્વારા કરવામાં આવતા સમાજના અગ્રણીઓ તેમજ બજાણા ગામના લોકો દ્વારા આવકારી પહેલને બિરદાવી હતી.