વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી પશુ પક્ષીઓ અને લોકો માટે છાંયડો કરવા મહંત તપસીગીરી બાપુ સંભાળ લઈ રહ્યા. છે.
સાવરકુંડલાના વિજ્યાનગર ગામના રોડ પર સાવરકુંડલાથી ચાર કિલોમીટર દૂર શેણીયા ખોડિયાર ડેમના કાંઠે આવેલ સુપ્રસિધ્ધ તપસીગીરી બાપુના આશ્રમની આસપાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે રક્ષના માટે વૃક્ષો વાવવા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે.
સાવરકુંડલા શેણીયા ડેમના કાંઠે આવેલ આશ્રમ ખાતે શ્રીપંચ દશનામ જુના અખાડાના સાધુ તપસીગીરીબાપુ ગુરૂ ગંગાગીરીબાપુ દ્વારા પોતાના એકલા હાથે ૧૦૮ વૃક્ષો વાવી દરરોજ વૃક્ષોને પાણી આપવું, પવનના હિસાબે રોપા ઢળી ન જાય તે માટે ટેકા લગાડવા, અમુક વૃક્ષોને પશુ દ્વારા નુકશાન ન કરે તે માટે ટ્રી ગાર્ડ પીંઝરા લગાડવા, વૃક્ષોને સારી રીતે પાણી મળી રહે તેમાટે ખામણા કરવા, ખાતર નાખવું વગેરેની સતત માવજત કરી રહ્યા છે.
અને વૃક્ષોનો ઉછેર કરી રહયાછે પૂજ્ય મહંત તપસીગીરી બાપુએ વૃક્ષોને પણ પરોપકારી સંત ગણાવ્યાછે અને તે ૧૦૮ વૃક્ષોની સંભાળ લઈ રહ્યા છે. સંત તપસીગીરી બાપુ અને તેમના સેવકો જયેશભાઈ માટલીયા, હરેશભાઇ સગર, લાલભાઈ ભરવાડ જાબાળ, ભાકુભાઈ દેગામા, બટુકભાઈ ઉનાવા, રમેશભાઈ ડુબાનિયા વગેરે દ્વારા સાવરકુંડલા તાલુકાના મોટાઝીઝુડા ગામ ખાતે આવેલ સરકારી નર્સરીમાંથી પશુ, પક્ષીઓ અને રાહદારીઓને છાંયડો મળી રહે અને પર્યાવરણની જાળવણી માટે ૧૦૮ વૃક્ષોની સરકારી પડતર ડુંગરાળ જગ્યામાં વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવી રહ્યું છે
સંત તપસીગીરી બાપુ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માઁ કે નામ અભિયાન અને વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના અનોખા અભિયાનમાં પોતાના સેવકો, સંતોને જોડી વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ બાબતે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા પૂજ્ય સંત તપસીગીરી બાપુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

