કેસરના જન્મદિવસ નિમિત્તે આ દંપતીએ બર્થડે સુશોભન ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે કરાવ્યું જો કે આ બર્થડે સુશોભન કરનાર સાવરકુંડલા કુંડલપુર હનુમાન મંદિરના મહંતના દીકરા દર્શનગીરી કરસનગીરી ગોસ્વામી દ્વારા એક પણ પૈસો ન લેવામાં આવ્યો..આંખોમાં છે પાણી આ જિંદગીની અજબ કહાની…!!
સાવરકુંડલાના સત્યમભાઈ સોની કે જે વ્યવસાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં શિક્ષક છે તેની દીકરી અને પત્નીના સંઘર્ષની ખૂબ રોચક વાત છે..સત્યમભાઈની દીકરીનું નામ કેસર છે અને તેની પત્નીનું નામ કાજલ છે.. તેની દીકરીનો જન્મ પૂરા મહિને અને સ્વસ્થ શરીર સાથે જન્મ થયો પણ જન્મ પછીના ૩ દિવસમાં તેમને ખ્યાલ આવ્યો કે તેની દિકરીને અસાધ્ય રોગ થયો છે અને એ રોગનું નામ Hydrocephalus છે.

આ રોગમાં મગજમાં પાણી ભરાય છે ..તેની દીકરીનું માથું ખૂબ મોટું એટલે ક્યારેય બેસી ન શકે એનું દૈનિક કાર્ય પણ ન કરી શકે.. પોતાની આંખથી જોઈના શકે બસ ફક્ત ને ફક્ત ૨૪ કલાક ૩૬૫ દિવસ પથારીમાં સૂતા જ રહેવાનું..તેમણે ઘણી દવા અને દુવા કરી પણ કયાંયથી સારું પરિણામ ના મળ્યું અને એક જ જવાબ મળેલ કે આની સેવા કરો.. અત્યારે પૂરા સાત વર્ષની દીકરી થઈ એ પણ જીવન સાથે પૂરો સંઘર્ષ કરે છે અને તેની પત્ની પણ જીવન સાથે સંઘર્ષ કરે છે. તેના પત્નીનું નામ કાજલ છે. સ્વભાવે સાવ ભોળા અને સરળ બધાને ખુશ રાખે અને હંમેશા પોઝિટિવ વિચારસરણી ધરાવે છે.

તેની દીકરીના આ અસાધારણ દર્દીની વાત જયારે તેના પત્નીને ખબર પડી ત્યારે થોડી વાર એ ભાંગી પડયાં પણ પછીથી એનામાં હિંમત આવી અને તેની દીકરી તેનું ઘર અને તેનો મોતીની માળા બનાવાનો ધંધો આ બધું એક સાથે કરે.. તેમના પત્ની અને દીકરીનું એક જ માનવું છે કે જીવનમાં ક્યારેય હાર ના માનવી અને સતત સંઘર્ષ કરવો.. આ થઈ સત્યમભાઈના દિકરી કેસરની વાત હજુ બે દિવસ પહેલાં જ કેસરનો જન્મ દિવસ હતો..આ વર્ષે પણ આ દંપતીએ તેની દીકરી કેશરનો જન્મદિવસ ખૂબ સરસ રીતે ઉજવ્યો. આ પ્રસંગે તેમણે તેમના ઘરે બર્થડે સુશોભન કરાવ્યું હતું કે જે સાવરકુંડલા કુંડલપુર હનુમાન મંદિરના મહંતના દીકરા દર્શનગીરી કરસનગીરી ગોસ્વામી દ્વારા બર્થ ડેકોરેશન કરવામાં આવેલ અને એ પણ તદ્દન ફ્રી..!! આમ કેસરના જીવનને નવ પલ્લવિત કરવાનો નમ્ર પ્રયાસ આ દંપતી દ્વારા કરવામાં આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા

