જૂનાગઢના બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ઓફિસમાં 4 ફૂડ સેફ્ટી ઓફિસરના નામ અને નંબર એક લીસ્ટમાં લખ્યા છે. પરંતુ ફોન કરતા એકપણ ફોન ઉપડ્યો નથી !
એક નામ બી.પી. શર્માનું છે જેનો નંબર 9537288746 છે, બીજું નામ કુ. કે.એમ. શીંગાળાનું છે જેનો નંબર 7698617075 છે, ત્રીજું નામ કુ. આર. પી. માથુકીયાનું છે જેનો નંબર 9724134202 છે અને ચોથું નામ વી.જે.ભાટુનું છે જેનો નંબર 9712053425 છે.
તમામને ફોન કર્યા તમામ ફોન નો રિપ્લાય ! જ્યારે મદદનીશ કમિશનર વી.પી. સોલંકીનો નંબર હોય તેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું જૂનાગઢ હતો. બાદમાં પોરબંદર અને પછી ગાંધીનગર બદલી થઇ હતી અને હવે તો રિટાયર્ડ થઇ ગયો છું.
બહુમાળી ભવનના ખોરાક અને ઔષધિય નિયમનતંત્રની ઓફિસની બહાર એક વાન ઉભું છે. ફૂડ સેફ્ટી ઓન વ્હિલ લખેલા અને ભારત સરકમારે આપેલા આ વાહનને લઇને જે તે ગામમાં ફૂડ ચેકીંગ કરવાનું હોય છે.
જેમ કે કોઇ ફરસાણના વેપારીએ તેલનો કેટલી વાર ઉપયોગ કર્યો તે જાણી શકાય. આ રીતે અનેક ફૂડમાં ચેકીંગ થઇ શકે. પરંતુ આવી અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું વાહન ઓફિસ બહાર ધૂળ ખાય છે. જ્યારે આ વાહન પર ટોલ ફ્રી નંબર એવું લખ્યું છે પરંતુ નંબર લખ્યો નથી !

