Gujarat

છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામે વન્ય પ્રાણી દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામે વન્ય પ્રાણી દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો હતો. વહેલી સવારે જંગલમાં મહુડા વીણતાં  સમયે અચાનક ડુંગરીમાંથી દીપડાએ આવીને ક હુમલો કર્યો હતો. જીવ બચાવવા બુટીયા માનસિંગ ધાણકે દીપડા સાથે બાથ ભીડી હતી. દીપડાએ બુટિયા ધાણકના શરીરે અનેક ઠેકાણે પંજા માર્યા છે. હુમલામાં યુવાનના કપડાં પણ ફાટી ગયા હતા. યુવાને પ્રતિકાર કરતા દીપડો ભાગી જતા યુવાનનો જીવ બચ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાને ફોન કરી પરિવારને જાણ કરી હતી. 108 દ્વારા યુવાનને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. વન વિભાગને જાણ થતાં વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.