આજવા રોડ પર વિદેશી દારૃ વેચતી મહિલાના ઘરે પોલીસે દરોડો પાડીને૨૦ હજારનો દારૃ કબજે કર્યો છે. જ્યારે માંજલપુરમાં મોપેડની ડીકીમાં દારૃની બોટલો મૂકી વેચતા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.બાપોદ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ ખટ્ટી ઇમલી હોટલની પાછળ નવી વસાહતમાં રહેતી હેમાલીબેન બાલકિશનભાઇ શઆહ વિદેશી દારૃનો ધંધો કરે છે.
જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી વિદેશી દારૃ અને બિટરની બોટલ મળી કુલ ૨૦,૮૦૦ રૃપિયાનો શરાબનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે મહિલા સામે ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર શાંતિકુંજ સોસાયટી નજીક ઇન્કુ એપાર્ટમેન્ટ નજીક એક યુવક મોપેડની ડીકીમાં વિદેશી દારૃની બોટલો મૂકીને વેચાણ કરે છે.
જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મોપેડ લઇને ઉભેલો ગૌતમ ભગવાનદાસ પટણી મળી આવ્યો હતો. તેના મોપેડની ડીકીમાંથી પોલીસને દારૃની પાંચ બોટલ મળી આવતા કબજે કરી આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.