ઉત્તમ કલાકારીગરીનું અદભૂત ઉદાહરણ. ક્રિયેટીવીટી સર્જનાત્મકતાનો અદભૂત સમન્વય.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ઘનશ્યામ બુક સ્ટોર ચલાવતા ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોડીયા કે જે વિજપડી ખાતે આવેલ મેઈન બજારમાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે. પોતાના આ વ્યવસાયને ચલાવતાં ચલાવતાં પોતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું સર્જન કરતાં જોવા મળે છે.

પોતાની હસ્તકલા કારીગરી દ્વારા ભગવાનની મૂર્તિ બનાવી.. પથ્થરની શીલા ઉપર મીણથી મૂર્તિ આબેહૂબ કંડારી હસ્તકલાની ઉત્તમ કામગીરીનો નમૂનો લોકો સમક્ષ પ્રદર્શિત કરતા આવ્યા છે. અત્યાર સુધીમાં કમસેકમ ૨૦૦ થી ૨૫૦ જેટલી હસ્તકલા કારીગરી તેમજ વેસ્ટમાંથી બેસ્ટના અનેક નમૂનાઓ બનાવી પોતે પોતાની કારીગરીનો પરિચય આપ્યો છે. આમ ગણીએ તો સર્જકતા અને એ પણ નાવીન્ય પૂર્ણ. જેને આપણે ઈનોવેટિવ સ્કિલ પણ કહી શકીએ
બિપીન પાંધી

