છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો ભરાયો હતો. આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરણભાઈ તિવારી, કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ રેલી સ્વરૂપે ગેરના મેળામાં પહોંચ્યા હતા. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકોને સંબોધન પણ કર્યુ હતું.
