Gujarat

ભાવનગરનાં મહુવામાં એક યક્તિએ ૪ શખ્સને મોતને ઘાટ ઉતારીયા

મહુવા તાલુકાના માતલપર ગામે વાડી વિસ્તારમાં દારૂની પાર્ટી કરવા ભેગા થયેલા શખ્સોએ અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખી હત્યાનો પ્લાન ઘડી રેકી કર્યા બાદ એક યુવકને સમાધાનના બહાને લઈ જઈ તેનું ખૂન કરી નાંખ્યાની ચકચારી ઘટનામાં મહુવા કોર્ટે ચાર હત્યારાને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

ચારેક વર્ષ પૂર્વે ચકચાર મચાવનારી ઘટનાની વિગત એવી છે કે, મહુવાના માતલપર ગામે રહેતો હિંમત ઉર્ફે ખત્રી જાેધાભાઈ ચુડાસમા જનક ઉર્ફે જગો જીલુભાઈ બારૈયા મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલિયા અને ગોવિંદ ઉર્ફે ગોબર નગાભાઈ ભાલિયા નામના શખ્સો ગત રોજ સાજના સમયે માતલપર ગામની સીમમાં કોદાળા વાડી વિસ્તારમાં દારૂ પીવા માટે ભેગા થયા ત્યારે સુરેશભાઈ રાઠોડ નામના યુવકનું ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડી ગુનાહિત કાવતરું રચી ત્યાંથી માતલપર ગામમાં વાણી પાન કોલ્ડ્રીક્સ નામની દુકાન પાસે આશરે ૭-૩૦ કલાકના સુમારે સુરેશભાઈ રાઠોડની તપાસ કરતા તેઓ ત્યાં મળી આવ્યા ન હતા.

દરમિયાનમાં ગોવિંદ ઉર્ફે ગોબર નામનો શખ્સ બાજુમાં ડેરીએ દૂધ ભરવા આવી યુવકની ચહલ-પહલની તપાસ કરી હિંમત ઉર્ફે ખત્રી ચુડાસમાને ફોન કરી માહિતી આપી હતી. તેમજ મુકેશ ઉર્ફે મુકો નામના શખ્સે સુરેશ ઉર્ફે લાલાની બાઈક લઈ માતલપર ગામે જઈ સુરેશભાઈની તપાસ કરતા તેઓ ઘર પાસે મળી આવતા તેમને વાડી વિસ્તારમાં દારૂની પાર્ટી રાખી હોય ત્યાં હિંમત સાથે સમાધાન કરવાના બહાને બાઈકમાં બેસાડી બેડા રોડ, અંધારી વિસ્તાર, હાઈસ્કૂલ પાસે લઈ ગયો હતો.

ત્યાં સુરેશભાઈને છગનભાઈની વાડી પાસે ઉતારી શખ્સ બાઈક લઈ અન્ય શખ્સોને વાત કરી ચારેય શખ્સ અંધારી વિસ્તાર, હાઈસ્કૂલ ખાતે ગયા હતા. અહીં મુકેશ ઉર્ફે મુકો અને ગોવિંદ ઉર્ફે ગોબરે યુવકને પકડી રાખ્યો હતો. જ્યારે હિંમત ઉર્ફે ખત્રી અને જનક ઉર્ફે જગો, સુરેશ ઉર્ફે લાલો નામના શખ્સોએ જ્ઞાાતિ વિશે અપમાનિત કરી છરી અને લાકડીના ઘા ઝીંકી સુરેશભાઈની હત્યા કરી નાંખી હતી.