ઉનાના સિલોજ ગામના પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લેતાં તેમનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એકઠાં થઇ ગયા હતા. અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઉના કોડિનાર નેશનલ હાઈવે પર આવેલ સિલોજ ગામના પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે એક યુવાનને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલોહાણ હાલતમા પડેલ હતો. ત્યાંથી પસાર થતા લોકો એકઠા થઈ ગયેલ અને યુવાનને જોતા ગંભીર રીતે ઘવાઈ જતા તેમનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ અને જોકે અજાણ્યા વાહન ચાલકે યુવાનને હેડફેટે લીધેલ હોય પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને આગળની વધુ તપાસ હાથ ધરેલ છે

