3 કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો..
ગીરગઢડાના જામવાળા સુપ્રસિદ્ધ જમજીરના ધોધ પાસે યુવાન સેલ્ફી લેવા જતા અકસ્માતે ધોધમાં ખાબક્યો હતો. અને ધોધના ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવાનનુ મોત નિપજ્યું હતું. જોકે યુવાનની શોધખોળ માટે તરવૈયા ઓએ ત્રણ કલાકની જહેમત ઉઠાવ્યા બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢી પી એમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
ગીરગઢડાના જામવાળા આવેલા જમજીર ધોધમાં જામનગરના ધ્રોલનો પરેશભાઇ પરષોત્તમભાઇ પરમાર ઉ.વ.34 આ પરીવાર બાળકો સાથે ફરવા આવ્યો હતો. અને ધોધ નજીક સેલ્ફી લેવા જતા અચાનક ઊંડા પાણીમાં ગરકાઉ થઈ ગયો હતો. જેથી લોકોને જાણ થતાં તાત્કાલિક ત્યાના સ્થાનિક તરવૈયા કોડીનાર અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા રેસકયું ટીમ પહોચી હતી. તેમજ કોડીનાર અને ગીરગઢડા મામલદાર તથા પોલીસ સહીતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયેલ હતા. અને આખરે જમજીરના ધોધના ઉંડા પાણી માંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ત્રણ કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે શોક પ્રસરી ગયો હતો. યુવાનનાં મૃતદેહને કોડિનાર સરકારી હોસ્પિટલે પી એમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

