Gujarat

જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલ મોટી ખાવડીની એક હોટલમાં રોકાયેલો મુંબઈનો યુવાન લાપતા, પોલીસે તપાસ હાથ ધરી

જામનગર ખંભાળિયા હાઇવે પર આવેલ મોટી ખાવડી નજીક હોટલમાં રોકાયેલા મુંબઈના એક યુવક એકાએક લાપતા બની જતા મુંબઈથી તેની પત્નીએ જામનગર પહોંચી મેઘપર પડાણા પોલીસ મથકમાં લાપતાની ગુમનોંધ નોંધાવી. જ્યારે અચાનક એકાએક લાપતા બની ગયેલા તેના પતિ ની શોધખોળ શરૂ કરવામાં આવી છે..

તેમજ બનાવની મળતી માહિતી મુજબ મુંબઈમાં સોનમ હાઈટ ફ્લેટની ગોલ્ડન જૈન બંગલા પાસે બાહેંદરઇસ્ટ વિસ્તારમાં રહેતા રાજીવ પ્રકાશચંદ્ર મિશ્રા ઉ.37 કે જેવો એક અઠવાડિયા પહેલા પોતાના કામ માટે જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવ્યા હતા અને મોટી ખાવડી નજીક આવેલ લોડ્સ હોટલમાં રોકાયા હતા. અને ત્યાંથી ગત તારીખ 6 ના રાત્રીના 9:00 ના આજુબાજુના સમયગાળામાં કોઈને કહ્યા કે જાણ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ આજ દિવસ સુધી તેનો કોઈ પતો નથી મળી રહ્યો.

જ્યારે તેઓના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યો છે જેથી મુંબઈમાં રહેતા તેની પત્ની પિન્કીબેન રાજીવ મિશ્રા કે જેવો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને જામનગર દોડી આવ્યા હતા અને મેઘપર પડાણા પોલીસ મથકમાં તેણીના પતિ રાજીવ મિશ્રા ગુમ થયાની ગુમનોંધ લખાવામાં આવી છે જેથી મેઘપર પડાણા પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

તેમજ જે યુવક રાજીવ મિશ્રા ગુમ થઈ ગયો છે તેમના પત્ની દ્વારા જાહેર કરેલ કે પોતાના પતિ ગુમ થનાર રાજીવ પ્રકાશચંદ્ર મીશ્રા જાતે બ્રાહ્મણ ઉ.વ.37 ધંધો.પ્રા.નોકરી રહે હાલ લોર્ડ્સ હોટલ મોટી ખાવડી તા. જી. જામનગર મુળ રહે. સોનમ હાઇટ ફ્લેટ નં.301 ન્યુ ગોલ્ડન નેસ્ટ ફેસ-15 જૈન બંગલાની બાજુમાં બાહેંદર ઇસ્ટ થાણે પિન કોડ-401105 (મુંબઇ) જી. થાણે મહારાષ્ટ્ર મો. નં. 9967392008 વાળા ગઈ તા. 6-3-2024 ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યા દરમ્યાન લોર્ડસ હોટેલ જે મોટી ખાવડી ગામે આવેલ છે ત્યા રોકાયેલ હતા ત્યાથી કોઇને કાંઇ કહીયા વગર જતા રહેલ હોય અને તેને શરીરે બ્લેક શર્ટ તેમજ બ્લુ કલરનુ પેન્ટ પહેરેલ છે અને ગુમ થનાર બી.એ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓ હીન્દી તેમજ ઈગ્લીશ ભાષા જાણે છે.