મૃતક યુવાનનાં એક માસ પછી લગ્ન પણ હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. ગત મંગળવારે મોડી રાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતી ને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી.
આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી . જેમાં મૃતક જયદીપ પટેલ એસ્ટેટ વિભાગ ના સબ ઇન્સ્પેક્ટર હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ છસ્ઝ્ર અને તેના પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યારે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક જયદીપ પટેલના એક માસ પછી લગ્ન પણ હતા, ત્યારે પોલીસે એ દિશામાં તપાસ શરુ કરી છે કે શું મૃતકને કોઈ પારિવારિક કારણ હતું કે પછી નોકરીનું કોઈ કારણ હતું.

