ગાંધીધામમાં ઓવરબ્રિજ સામે થયેલા ગોઝારા અકસ્માતમાં બે ભાઈઓમાંથી એકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું છે. ગતરોજ વહેલી સવારે બનેલી આ ઘટનામાં ઈફ્કો બસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બીજો ભાઈ હજુ પણ ગંભીર ઈજાઓના કારણે સારવાર હેઠળ છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને તપાસનો દોર હાથ ધર્યો છે.
ગાંધીધામમા ઓવરબ્રિજ બન્યા સાથે જનસમુદાયમાંથી અવાજ ઉઠવા લાગ્યા હતા કે બન્ને તરફ ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ખોટી છે.
ઓવરબ્રિજ નીચે ઉતરતા સમયે વાહનોની ગતી સારી એવી હોય છે ત્યારે અચાનક ટ્રાફિક સિગ્નલ આવતા અકસ્માતની સંભાવના વધવા પામે છે. ત્યારે આવોજ એક અકસ્માત ક્રોમા શો રૂમની સામે થવા પામ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 22 વર્ષીય કિશનકુમાર રામકુમાર નાઈએ ઈફ્કો બસ ચાલક સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે ગત રોજ વહેલી સવારે તે તેના નાના ભાઈ કે જે ડી માર્ટમાં કામ કરે છે, તે વિનય કુમારને મુકવા બાઈક પર જઈ રહ્યા હતા.