છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી રોષે ભરાયા
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં ઇ કે વાય સી અને આધારકાર્ડ નવા બનાવવા તથા સુધારવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેના કારણે લોક સુવિધા કેન્દ્રો ઉપર ભારે ભીડ જામી છે. અને લાઈનોમાં ઉભા રહી લોકો થાકી જાય છે. જ્યારે સમય અને નાણાં નો બગાડ થાય છે. જે અંગેની સમસ્યા બાબતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશભાઇ રાઠવા મેદાને આવી ગયા છે. અને આધારકાર્ડ બાબતે રજુઆત મળતા આધારકાર્ડ સેન્ટર ઉપર હોબાળો કર્યો હતો. અને આ સમસ્યાનો નિકાલ થાય તે બાબતે નેતાઓ અને અધિકારીઓ ધ્યાન આપે તેવી માંગ કરી છે.

છોટાઉદેપુર જિલ્લામાં હાલ લોક સુવિધા કેન્દ્રો ઉપર આધારકાર્ડ અને ઇ કે વાય સી માટે ભારે લાઈનો લાગે છે. જેમાં ખેડૂતો ખેતીકામ તથા અન્ય ધંધા રોજગાર કરતા નાગરિકો પોતાનો કામ ધંધો છોડીને આ લાઈનોમાં ઉભા રહી છે. જેની કામગીરી થતા 3 દિવસ જેવો સમય લાગી જાય છે આ બાબતે પ્રજા ત્રાસી ગઈ છે. ઘણા સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી છે છતાં પરિણામ મળતું નથી. જ્યારે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ સિસ્ટમ સામે સવાલો કર્યા કે અમારી સરકાર સિસ્ટમ લાવે છે અધિકારીઓ પરંતુ સ્થાનિક જે તે કચેરીના અધિકારીઓઆ બાબતે કાળજી લેતા નથી આધારકાર્ડ સેન્ટર ઉપર લોકો પાસે પૈસા લેવામાં આવે છે પરંતુ તેનું કામ કેમ ઝડપી થતું નથી તેવા અનેક સવાલો કારોબારી અધ્યક્ષે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ઇ કે વાય સી તથા આધારકાર્ડ અપડેટ સુધારાની કામગીરી ચાલી રહી છે. ત્યારે નવી વાત વિદ્યાર્થીઓના આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી પણ બહાર આવી છે. જેમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓએ લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જેમાં આવનારા માર્ચ અને એપ્રિલ મહિનામાં પરિક્ષાઓ યોજાશે જેની તૈયારીઓ છોડીને વિદ્યાર્થીઓ નો સમય અને શિક્ષણ બગડી રહ્યું છે. જ્યારે સાથે આવનાર વાલીનો પણ સમય બગડી રહ્યો છે. જે બાબતે યોગ્ય નિર્ણય લઈ તંત્ર દ્વારા જે તે શાળા અને સ્થાનિક જગ્યાઓ ઉપર અપડેટ ની કામગીરી કરવી જોઈએ અને હંગામી અધિકારી મુકવા જોઈએ તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે હું મારી કચેરીએ હાજર હોય ત્યારે વિદ્યાર્થીઓની રજુઆત આવી કે પહેલા ઇ કે વાય સી ની કામગીરી પતવા આવી છે ત્યારે નવી સિસ્ટમ લાવ્યા છે કે વિદ્યાર્થીઓનું આધારકાર્ડ અપડેટ કરો પરંતુ અપડેટ માટે તમે જે તે શાળામાં સિસ્ટમ મુકો તો જે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તે બગડે નહી. જે બાબતે સ્થાનિક મોટા નેતાઓએ અધિકારી કે સરકારમાં રજુઆત કરવી જોઈએ હું હમણાં બધી કચેરીઓમાં ફર્યો જેમાં એક ફોર્મ ભરવાના 20 રૂપિયા બહાર લે છે. જેનું અપડેટ કરવાના 100 રૂપિયા અંદર લે છે. અભ્યાસ બગડે છે. વાલીઓની ખેતી બગડે છે. જે બાબતે ધ્યાન આપવું જોઈએ અને સાંસદ તથા ધારાસભ્ય એ ઊંચ કક્ષાએ રજુઆત કરવી જોઈએ નહીતો સમયના બગાડને કારણે છોટાઉદેપુર નું શિક્ષણ બગડશે તેમ જણાવ્યું હતું.
છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી રોષે ભરાયા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

