Gujarat

Abbott India કંપની એક શેર પર ૪૧૦ રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે

શેર બજારમાં આગામી સપ્તાહે ઘણી કંપનીઓ એક્સ-ડિવિડેન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. Abbott India તેમાંથી એક છે. કંપનીએ એક શેર પર ૪૧૦ રૂપિયાનું ડિવિડેન્ડ આપવાનો ર્નિણય કર્યો છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ. કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે ૧ શેર પર ૪૧૦ રૂપિયાનું ડિવિડેન્ડ આપશે. કંપનીએ આ ડિવિડેન્ડ માટે ૧૯ જુલાઈની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં તે દિવસે રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.

૨૦૨૩માં પણ કંપનીએ ડિવિડેન્ડ આપ્યું હતું. ત્યારે કંપનીએ ૧૪૫ રૂપિયાનું સ્પેશિયલ ડિવિડેન્ડ આપ્યું હતું. કંપનીએ એક શેર પર ૧૮૦ રૂપિયાનું ફાઈનલ ડિવિડેન્ડ આપ્યું હતું. એબોટ ઈન્ડિયાએ પ્રથમવાર ૨૦૦૧માં ડિવિડેન્ડ આપ્યું હતું. ૨૦૦૮થી કંપની સતત ડિવિડેન્ડ આપી રહી છે. શુક્રવારે કંપનીના શેર ૧.૨૩ ટકાની તેજીની સાથે ૨૭૪૮૧.૬૦ રૂપિયાના સ્તર પર બંધ થયા છે.

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં ૧૬.૬૦ ટકાની તેજી જાેવા મળી છે. તો છ મહિનાથી સ્ટોકને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી ૬.૭ ટકાનો લાભ મળ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં શેરમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે કંપનીનો ૫૨ વીક હાઈ ૨૯૬૨૮.૧૫ રૂપિયા છે. જ્યારે ૫૨ વીકનું લો લેવલ ૨૧૯૦૭.૪૫ રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ ૫૮,૩૯૬.૪૮ કરોડ રૂપિયા છે.