Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામે બે ફળીયાના 300 જેટલા લોકોને રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તૂરખેડા ગામે પ્રસુતિ વાળી મહિલાને ઝોલીમાં નાખીને લાવતા રસ્તામાં મોત થતા  હાઇકોર્ટે સૂવોમોટો દાખલ કરતા રાજ્ય સરકાર અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ સરકારે 18 કરોડ રૂપિયા હાંડલીબારી ફળીયા બસકરિયા ફળીયા ડીરમરીયા ફળિયાના રસ્તા મંજુર કર્યા હતા.
પરંતુ તૂરખેડા ના બુંદણી ખૈડી આ બંનેવ ફળીયા તૂરખેડા ના સૌથી છેવાડાના ફળીયા છે. અને આ બે ફળિયામાં 300 જેટલા લોકો રહે છે. આ ફળિયાઓમાં જવા માટે પગદંડી રસ્તો છે. ડુંગરોની વચ્ચે થી રસ્તો પસાર થાય છે.
ત્યારે આ વિસ્તારો માં પહોંચવા માટે ભલભલા હાંફી જાય છે. સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અમારા વિસ્તાર માં પ્રાથમિક શાળા નથી. જે જગ્યા ઉપર શાળા આવેલી છે. ત્યાં ચાર કિલોમીટર ચાલીને શાળા એ જવું પડે છે. ત્યારે નાના ભૂલકાઓ કેવી રીતના આટલા કિલોમીટર ચાલી શકે ત્રણસો લોકો માં 280 જેટલા લોકો અભણ છે.
નવી પેઢી પણ અભણ છે. નાના ભૂલકાઓ આંગણવાડી અને પ્રાથમિક શાળા જોઈ નથી. જેની પાછળ રસ્તો ના હોવાનું મુખ્ય કારણ છે. હાલ આ બે ફળિયામાં કોઈ બીમાર પડે તો તેને ઝોલી માં પણ નાખી ને લઇ જઈ શકાતું નથી. તેની પાછળ નું મુખ્ય કારણ ઢાળ વારો રસ્તો છે. અને ઝોલી માં નાખી ને કોઈ દર્દીને ઉંચકી ને જવું લોખંડ ના ચણા ચાવવા જેવી વાત છે. ત્યારે આ આદિવાસી સમાજ ના લોકો પીવાના પાણી માટે પણ મુશ્કેલી વેઠે છે. એક કિલોમીટર દૂર નર્મદા નદી માં અને કુવા ઉપર થી પાણી આજે પણ ભરે છે.
જયારે આ પરિવારો પશુઓ પણ પાડી શકતા નથી. તેની પાછળ ચોમાસા ના ચાર મહિના અવકાશી ખેતી પાકે છે. ત્યાર પછી કોઈ સિંચાઈ ની સુવિધા નથી. અને પશુઓને ઘાસચારો ખવડાવવા માટે શિયાળો ઉનાળો પશુઓનો ઘાસચારો પકવી શકતા નથી. માટે આઠ માસ પશુઓને પાડવાનું મુશ્કેલ સાબિત થાય છે.
આવી સ્થિતિ માં જીવતા આદિવાસીઓ ને  સરકારે બે ફાળિયાઓને રસ્તાની સુવિધા માંથી બાકાત રાખતા લોકો રોષે ભરાયા હતા. જયારે સરકારે પણ પ્રજા ના મૂળભૂત અધિકાર શિક્ષણ પીવાનું પાણી અને રસ્તા આપવા માટે સરકાર ની જવાબદારી છે. ત્યારે હાલ તો લોકો માંગ કરી રહ્યા છે કે આ બે ફળિયા ને જોડતો રસ્તો પણ મંજુર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર