Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી 16 જેટલી એકલવ્ય મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયોના ભોજનના ટેન્ડરો રદ્દ કરવાની કાર્યવાહી છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર હાથ ધરતા ખળભળાટ મચી ગયો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય ચાલે છે. છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ તેમજ નસવાડી તાલુકાના તણખલા તેમજ બોડેલી તાલુકાના વડાતલાવ તેમજ કવાંટના ગોજારિયા તેમજ નસવાડી તાલુકાના કેશરપુરા આવી 16 જેટલી શાળાઓ પ્રયોજના વહીવટદાર હસ્તક ચલાવવામાં આવે છે.
જયારે બાળકોને રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. જયારે છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે 100 થી વધુ બાળકો એક સાથે બીમાર થયા હતા. અને વાયરલ ઇન્ફેક્શન બાળકોને થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પરંતુ છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે બનેલી ઘટનાને લઈને પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવા ડેડીયાપાડાના ધારાસભ્ય શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. અને જેમાં રસોડાની મુલાકાતમાં શાકભાજી સડેલા મળી આવ્યા હતા. ત્યારે માજી વિપક્ષના નેતાએ સરકાર ઉપર અને અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. અને તેઓના સમર્થનમાં ડેડીયાપાડાના ધારાસભ્યએ અધિકારીઓને આડા હાથે લઇને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને સ્વાસ્થ સાથે ચેડાં કરવામાં આવે છે.
તેવા આક્ષેપો લગાવતા પ્રયોજના વહીવટદારની કચેરીના અધિકારીઓની છબી ખરડાઈ હતી. સાથે સરકારને પણ જવાબ આપવાનો વારો આવતા આના પળઘા ગાંધીનગર સુધી પડતા ગંભીર નોંધ લેવામાં આવી હતી. સાથે છોટાઉદેપુરની પ્રયોજના વહીવટદારની કચેરી એક્સનમાં આવીને છોટાઉદેપુર જિલ્લાની 16 શાળામાં ચાલતા ભોજનાલયોના ટેન્ડરો રદ્દ કરવાની કાર્યવાહી શરુ કરી છે..જયારે પ્રયોજના વહીવટદારની કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ કાર્યવાહી ચાલુ છ અને ટેન્ડર રદ્દ કરવામાં આવશે. જયારે વિપક્ષના નેતાઓનો આક્ષેપ છે કે ભોજન ના ટેન્ડર માં સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સારું ભોજન આપે તેવી એજન્સી ટેન્ડર પાડીને સરકારને ફાયદો થાય તે રીતના ટેન્ડરો બહાર પાડી સ્પર્ધા કરાવી અને ટેન્ડર આપવામાં આવે હાલ તો જે એજન્સીને રદ્દ કરવામાં આવી છે.
તે એજન્સી છેલ્લા ત્રણ વર્ષથી ટેન્ડર ની પ્રક્રિયાની મુદ્દત પૂર્ણ થઇ ગઈ હતી. અને વગર ટેન્ડરે ઈજારો ચલાવવામાં આવતો હતો. તેવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી છે. હાલ તો ટેન્ડર રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા બાળકોને હવે સારું ભોજન મળશે તેવું લાગી રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર