જીલ્લામાં દાખલ થયેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર ની સૂચના તળે ખાસ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આડેસર પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન છેલ્લા દોઢ વર્ષથી પોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામનો 38 વર્ષીય આરોપી ઉકાભાઈ ઉર્ફે હવાભાઈ હરજીભાઈ રાજપુત (પઢાર) સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ સબ ઈન્સપેક્ટર બીજી રાવલને ખાસ ડ્રાઈવ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે રાપર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. કામગીરીમાં આડેસર પોલીસ પોલીસ સ્ટાફ જોડાયો હતો.

