Gujarat

વેરાવળ-શાપર ગામમા થોડા વરસાદ માંજ PGVCL ની ધોર બેદરકારી સામે આવી

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ની ગાયત્રી સોસાયટી માં ની મેઈન બજાર માં આવેલ પોલ માં અચાનક સૉર્ટ સર્કિટ થતા આગ તીખારા નીચે જંબુકતા હતા. આ શેરી માં દરરોજ હજારો ની સંખ્યા માં લોકો અવરજ્વર કરતા હોય છે. અને બાળકો પણ નીચે રમતા હોય છે. આજરોજ ભારે વરસાદ અને વીજળી ના જબકારા થતા પોલ માં આગ ના તીખારા નીચે જરતા હતા.શાપર-વેરાવળ માં PGVCL દ્વારા દર મહિને વિવિધ ફીડરો માં મેન્ટેનન્સ ની કામગીરી કરવામાં આવે છે.
એ પણ કાગળ ઉપરજ થતી હોય તેવું ગ્રામજનો ના મુખે સાંભળવા મળી રહ્યું છે. દર મહિને મેન્ટેનન્સ ની કામગીરી કરાતા કલાકો સુધી ફીડર માં પાવર બંધ રહેતા શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.હવે એ જોવાનું રહ્યું કે. આ પોલ ને રીપેરીંગ કરવામાં આવશે કે નહીં. કે પસી કોઈ નો જીવ લેશે, શાપર-વેરાવળ માં PGVCL ના સતાધિસો આ બાબતે નક્કર પગલાં લેશે. હવે આગામી દિવસો માં જોવાનું રહ્યું છે. જેમાં  શહેરભરમાં નબળા પડેલા પોલો ના કેબલો ચેક કરી કામગીરી વહેલી તકે કરે તેવી લોક માંગ ઉઠી છે..