પ પૂ ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ) કાનાતળાવ તા. ૨૭/૧૧/૨૦૨૩ ના રોજ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરી નર્મદા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ તા. ૩૧/૩/૨૦૨૪ના રોજ માલસર ખાતે નર્મદાજીનો ચૂંદડી મનોરથ કરી યાત્રા પૂર્ણ કરી સવરકુંડલા ખાતે પધારતા સદ્દભાવના ગ્રુપ તથા આશ્રમ પ્રેમી સેવક ગણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સદ્દભાવના ગ્રુપ દ્વારા “પૂ ઉષામૈયા” ને ગૌદાનના રૂ. ૧,૩૫,૨૩૯ (એક લાખ પાત્રીસ હજાર બસો ઓગણલીસ) અર્પણ કરવામાં આવ્યાં હતાં. સદ્દભાવના ગ્રુપ દ્વારા (શિવ દરબાર આશ્રમ) કાનાતાળવ ગૌશાળા માટે દર વર્ષે ધુળેટી પર ગૌદાન ઉઘરાવવામાં આવે છે, જેની વર્ષ ૨૦૨૩/૨૪ ની (૨ વર્ષ )ની ગૌ દાનની રકમ પૂ ઉષામૈયાને અર્પણ કરવામાં આવી હતી.