Gujarat

અમીરગઢ પંથકમાં ભારે ઉકળાટ બાદ ફરી વાદળછાયું વાતાવરણ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમા વરસાદની આગાહી આપવામાં આવેલી છે. આજે બપોર બાદ સાંજના સમયે દિવસ ભરની ભારે ઉકળાટ બાદ ભારે પવન સાથે વરસાદ જેવું વાતાવરણ સરજાયું હતું.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી દિવસ દરમિયાન ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉડતા હોય છે.

જેમાં આજે વહેલી સવારથી જ દેહ દઝાડતી ગરમી પડી હતી, સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમીરગઢ વિસ્તાર માં આવેલ કેટલા ગામડાઓમાં ભારે પવન સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું જિલ્લા માં કમોસમી વરસાદ પડે તો બાજરી જેવા તૈયાર પાકોમાં ખેડૂતો નો નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે.