અમે પ્લાન્ટની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ : વિદેશ મંત્રાલય પ્રવક્તા મેથ્યુ મિલર
ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા બાદ અમેરિકાએ રશિયાને ત્યાંથી પોતાની સેના હટાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટનું સંપૂર્ણ નિયંત્રણ યુક્રેનને સોંપવું જાેઈએ. તમને જણાવી દઈએ કે, રવિવારે પ્લાન્ટ પર હુમલો થયો હતો, જેને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (ૈંછઈછ) એ અત્યંત ઘાતક ગણાવ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે પ્લાન્ટની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે રશિયા યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કબજાે કરીને ખૂબ જ ખતરનાક રમત રમી રહ્યું છે અને તેણે આવું ન કરવું જાેઈએ.
રશિયન પ્રશાસને કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે પ્લાન્ટ પર કયા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જાેકે, રશિયન ન્યુક્લિયર એજન્સી રોસાટોમના જણાવ્યા અનુસાર પ્લાન્ટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ પુતિનની સેનાએ આ પરમાણુ પ્લાન્ટનો કબજાે લઈ લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેડિયેશન લેવલ સામાન્ય હોવાને કારણે હુમલા બાદ વધારે નુકસાન થયું નથી. ૈંછઈછના મહાનિર્દેશક રાફેલ ગ્રોસીએ બંને પક્ષોને ચેતવણી આપી છે કે પરમાણુ સુરક્ષાને જાેખમમાં મૂકે તેવી ક્રિયાઓથી દૂર રહે.
હકીકતમાં, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયા છે. જાે કે યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ બે વર્ષના યુદ્ધમાં બંને દેશોના હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો વિસ્થાપિત થયા. અર્થતંત્ર પણ બરબાદ થઈ ગયું. યુક્રેનના સમર્થનમાં ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે. આમ છતાં રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી.