આહીર સમાજ સુરતમાં અલગ અલગ ક્ષેત્રના ધંધાર્થે વર્ષોથી સુરતમાં સ્થાયી છે સુરતમાં અંદાજે આહીર સમાજની વસ્તી 4 થી 5 લાખ જેટલી હશે આહીર સમાજનાં મધ્યમવર્ગીય લોકોને રાહતદરે હોસ્પિટલ સુવિધા,સામાજિક સુવિધા માટે ભવન અને શિક્ષણ મળી રહે તેવી પાયાની સુવિધાઓ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી.. સુરતનો આહીર સમાજ વર્ષોથી એક પક્ષીય રીતે ભાજપના સમર્થનમાં રહ્યો છે તેમ છતાં સરકારે ક્યારેય આહીર સમાજને કશું આપ્યું નથી.
સુરતમાં આહીર સમાજના સામૂહિક કાર્યક્રમો હોઈ કે સમૂહલગ્ન હોઈ કે અન્ય કાર્યક્રમો હોઈ ભાજપ સરકારના નેતાઓની આગતા સ્વાગતા કાયમ થઈ રહી છે આહીર સમાજના મંચ પર મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ,વિજયભાઈ રૂપાણી , ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ તેમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે અને સમાજના લોકો દ્વારા તેમની સરભરા પણ ખૂબ કરવામાં આવી છે તો પણ સમાજ ને ફાયદો થાય સમાજના મઘ્યવર્ગ ના લોકોની પ્રાથમિક સુવિધાઓ આરોગ્ય અને શિક્ષણ તેમજ પ્રાસંગિક વ્યવસ્થાઓ જળવાય તે માટે સરકાર દ્વારા જમીન ફાળવણી કે અન્ય મદદ ક્યારેય મળી નથી
જે તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સુરત આહીર સમાજનાં સમુહલગ્નમાં સમાજને કહ્યું હતું કે અમે જમીન આપીશું પણ હજુ સુધી કંઈ પ્રાપ્ત થયું નથી.
છેલ્લા બે ત્રણ વર્ષથી આહીર સમાજ સુરત દ્વારા સમાજના અગ્રીમ આગેવાનો દ્વારા સરકાર પાસે વિધિવત રીતે સમાજ ઉપયોગી થાય તે માટે જમીનની માંગણી કરવામાં આવી છે પણ હજુ ક્યાંય કોઈ વાવડ દેખાતા નથી.
ભાજપ સરકાર અને ભાજપના નેતાઓ સુરત આહીર સમાજનો ઉપયોગ માત્ર મત માટે અને સરભરા માટે કરી રહ્યા છે અને સમાજને ભાષણમાં લોલીપોપ આપીને લાલચ આપી રહ્યા છે પણ નક્કર માંગણી સંતોષવામાં નિષ્ફળ છે. વારંવાર સમાજના કાર્યક્રમો ,જાહેર મંચ વગેરે ભાજપના નેતાઓને હસ્તગત હોઈ તેવી રીતે થાય છે પ્રદેશ અધ્યક્ષની પસ્તિતુલા જેવા કાર્યક્રમો દ્વારા ભાજપના નેતાઓની સમાજના અગ્રીમ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સરભરા કરવામાં આવી રહી છે પણ ભાજપના નેતાઓ કે સરકાર આહીર સમાજ સુરતને કંઈ સુવિધાઓ આપવાની બાબતમાં સદંતર આંખ આડા કાન કરી રહી છે તે જાયસ છે.
જો સરકાર દ્વારા સુરત આહીર સમાજને જમીન કે અન્ય સહકારી કે સરકારી સુવિધાઓથી વંચિત રાખવામાં આવતો હોય તો આવી વારંવાર આવી સરભરા શા માટે ???? શું કોઈના વ્યક્તિગત લાભ માટે આ થઈ રહ્યુ છે કે સમાજને લાભ મળશે તેવી નકામી આશા માટે થઈ રહ્યું છે ????
વર્ષોથી આહીર સમાજ સુરત ભાજપની અને ભાજપના નેતાઓની સરભરા કરતો આવ્યો છે તો સમાજને તાત્કાલિક અસરથી વિધિવત માંગણીને ધ્યાને લઇ જમીન ફાળવણી કરવી જોઈએ અને જો સરકાર સમાજની લાગણીને ધ્યાનમાં ન લે તો સમાજની સંસ્થાઓએ અને સમાજના આગેવાનોને ભાજપ સરકાર અને ભાજપના નેતાઓની વણમાંગી સરભરા કરતા પહેલા હવે વિચારવું જોઈએ .
સમાજનાં કાર્યક્રમમાં કોને બોલાવવા ,કોને ના બોલાવવા ,કોની સરભરા કરવી અને કોની ના કરવી એ બાબતમાં હસ્તક્ષેપ કરવા માટે મે મારો વિચાર સમાજ વચ્ચે રજૂ નથી કર્યો, જેને બોલાવવા હોય એમને બોલાવો પરંતુ જેમને બોલાવી આટલા વર્ષોથી સરભરા કરો છો એમની પાસેથી સુરતના આહીર સમાજને જમીન મળવી જોઈએ એવી સુરતના સમગ્ર આહીર સમાજ વતી મારી માંગણી છે, અને જો આહીર સમાજ માટે આપણે આગેવાન તરીકે આવું ના કરાવી શકતા હોઈએ તો સમાજના કાર્યક્રમોમાં માત્ર આહીર સમાજની વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને જ બોલાવી એમને મોટી કરવાનું ભગીરથ કાર્ય સમાજના આગેવાનોએ કરવું જોઈએ,
આ મારો વિચાર કોઈનો વિરોધ કરવા માટે નહિ પરંતુ આપણા આહીર સમાજનું હિત થાય , આપણા સમાજને કઈક મળે અને જો કંઈ ના મળતું હોય તો ખોટો ઉપયોગ ના થાય હેતુથી સમાજ વચ્ચે મૂકી રહ્યો છું
ક્યાંક સમાજનો અને સમાજના લોકોનો ઉપયોગ થઈ જાય અને સમાજના લોકો જે આશા રાખી ને બેઠા છે તેના પર પાણી ન ફરે અને આવનારા સમયમાં સમાજના લોકોની ઊલટી ગંગા શરૂ ન થાય તે સરકાર અને ભાજપના નેતાઓએ અને સમાજના લોકોએ ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે એટલે આહીર સમાજ સુરત ને વહેલી તકે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી અમારી આગ્રહ સભર સરકાર પાસે માંગણી છે.
મથુરભાઈ બલદાણીયા ગુજરાત પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત

