Gujarat

લોકસભા ચૂંટણી અન્વયે અમદાવાદ કલેકટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત કરાઈ

આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો-એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મતગણતરીમાં વ્યવસ્થાઓ બાબતે વિમર્શ કરાયો

મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આપવામાં આવેલા સૂચનાઓની ચુસ્ત અમલવારી થઇ શકે તે અન્વયે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા શહેરના મતગણતરી કેન્દ્ર એલ.ડી.એન્જિનિયરિંગ તેમજ ગુજરાત કોલેજની મુલાકાત લઈ આગામી આયોજન બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતગણતરી દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.

વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા

જિલ્લા કલેકટર તેમજ શહેર પોલીસ કમિશનર દ્વારા હાજર સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. આ મુલાકાત પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, નેહા ગુપ્તા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.