શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ધો.૧૨ ના દિવ્યાંગ બાળકોને શાળાએ આવવા જવામાં મદદરૂપ થાય તેમજ શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવા સાધનોનું સમગ્ર શિક્ષા ગાંધીનગર તેમજ એલીમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન બી.આર.સી. ભવન જૂનાગઢ ગ્રામ્ય ખાતે કરવામાં આવ્યું. આ કેમ્પમાં જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, વંથલી તેમજ માણાવદર તાલુકાના ૧૬૨ જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ.
જેમા આંખની ખામી ધરાવતા, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી ધરાવતા તેમજ માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે ડીઝીટલ હિયરિંગ એડ, કેલિપર્સ, ટી.એલ.એમ. કીટ, વિહ્લચેર, સીપી ચેર, સ્માર્ટ કેન જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ.
આ કેમ્પમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી લતાબેન ઉપાધ્યાય તેમજ આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર ગોપાલભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓએ કેમ્પનો લાભ લીધો હતો.