Gujarat

એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત-કોલકત્તાની ફલાઇટ બંધ કરશે ને ઇન્ડિગો ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ કનેક્ટિવિટીમાં વધારો થાય તે પ્રમાણેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કોલકાતાની ઇન્ડિગો 27 ડિસેમ્બરથી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તે ઇન્ડિયા એક્સપ્રેસ સુરત કોલકાતાની ફ્લાઈટ 31 ડિસેમ્બર બાદ બંધ કરી રહી છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ડેઇલી કોલકાતા સુરતની ફ્લાઈટ ઉડાન ભરે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 31 ડિસેમ્બર બાદ સુરત કોલકાતાની ફ્લાઈટ બંધ કરવા જઈ રહી છે. ત્યારે હવે તેની જગ્યા ઇન્ડિગો દ્વારા લેવામાં આવશે. ઇન્ડિગો કોલકાતા સુરત કોલકતાની ફ્લાઈટ 27 ડિસેમ્બરથી શરૂ કરવા જઈ રહી છે.

જેથી એર ઇન્ડિયા એકસપ્રેસની ફ્લાઈટ બંધ થતા મુસાફરોને ઈન્ડિગોની ફલાઈટ મળી રહેશે. સુરત ઉધનામાં નાના ભાઈના આપઘાત કેસમાં સંડોવાયેલા મોટા ભાઈ અને ભાભીને કોર્ટએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂપિયા 10,000 દંડની સજા ફટકારી છે. જો દંડ ચૂકવવામાં નહીં આવે, તો દંડના બદલામાં વધુ એક મહિનાની જેલ સજાનો હુકમ પણ કોર્ટએ કર્યો છે.

મરનાર ભાઈએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. નોટમાં આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે મોટો ભાઈ જગદીશ અને તેની પત્ની ધર્મિષ્ઠા દ્વારા તેનાથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મરનાર વ્યક્તિએ નોટમાં આક્ષેપ કર્યો કે તેનો પગાર મોટો ભાઈ અને ભાભી લઇ લેતા હતા, લગ્ન કરાવતા ન હતા, મિલકતમાં હિસ્સો નહીં આપતા અને ખાવાનું પણ ન આપતા હતા.