Gujarat

અમદાવાદમાં અખબારનગર અંડરપાસ હજી પણ બાંધકામ ના કારણે દસ દિવસ રહેશે બંધ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા જ ઉમેરો કરતાં હોય તેમ અખબાર નગર અંડરપાસમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને ૧ કિલોમીટર પાછળ ફરીને ૨૦૦ મીટરનું અંતર કાપવું પડે છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી કામગીરીના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા જ ઉમેરો કરતાં હોય તેમ અખબાર નગર અંડરપાસમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને ૧ કિલોમીટર પાછળ ફરીને ૨૦૦ મીટરનું અંતર કાપવું પડે છે.

દિવાળી પહેલા વહીવટી કામગીરીના કારણે અખબારનગરથી શાસ્ત્રીબ્રિજ સુધીનો રસ્તો ૧૦ થી ૧૫ દિવસ સુધી બંધ રહ્યો હતો. ટ્રાફિક જામની સ્થિતિ તેના કારણે તહેવાર દરમિયાન વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ શાસ્ત્રીનગરથી અખબાર નગર સુધીના અંડરપાસ પર ડ્રેનેજ લાઇનનું કામ બે દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી આગામી ૧૦ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.

ત્યારે ગટરની કામગીરીના કારણે વાહન ચાલકોને નજીકના સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે. આ ઉપરાંત રોડના કામના કારણે સવાર-સાંજ ભારે ટ્રાફિક જામ થાય છે. જેના કારણે લોકોનો ઘણો સમય બગાડે છે. આ ટ્રાફિક સમસ્યાએ વિસ્તારના તમામ લોકોને પરેશાન કર્યા છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે સ્થાનિક લોકોએ છસ્ઝ્રને વહેલી તકે કામ પૂર્ણ કરવા વિનંતી કરી હતી.