છોટાઉદેપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેગગઢ ખાતે ઈન્ચાર્જ મુખય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેઠળ તેમજ દીપક ફાઉનડેશના સહયોગથી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 50થી વધુ લાભાર્થીઓને ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા. એક્ષરે નિદાન કેમ્પની શરૂઆત કરી તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોકટર જોડે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી.
એક્ષરે નિદાન કેમ્પમા સામુહીક આરોગ્ય કેન્દ્ર તેજગઢનાં મેડિકલ ઓફિસર ડો સ્મિત કોલી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી,સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર ,સામુહીક આરોગ્ય કેન્દ્રના લેબટેકનિશિયન જીતેન્દ્રભાઈ કોલચા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયસિંગપુરાના આરોગ્ય સુપરવાઈઝર કલ્પેશભાઈ સોલંકી ,આશા સહિતનાં સામુહીક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર