Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે  “ભારત વિકાસ પ્રતિજ્ઞા”  સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો

છોટાઉદેપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન તેમજ દીપક ફાઉનડેશના સહયોગથી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 40થી વધુ લાભાર્થીઓને ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા. એક્ષરે નિદાન કેમ્પની શરૂઆત કરી તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોકટર જોડે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી.
એક્ષરે નિદાન કેમ્પમાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ઝોઝના સુપ્રિટેન્ડેન્ટ મેડિકલ ઓફિસર ડો આશીષ રામદાની,ડો મંજૂલા રાઠવા તથા દીપક ફાઉંડેશન ટ્રસ્ટના આકાંક્ષા શીંગ તેમજ તેમની ટીમ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી,સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર ,સામુહીક આરોગ્ય કેન્દ્ર ઝોઝના લેબટેકનિશિયન મનીષભાઈ રાઠવા ,આશા સહિતના સામુહીક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર